Satya Tv News

હોસ્પિટલના બેડ પર આરામ કરતા મુનાવર ફારૂકીનો એક ફોટો સામે આવ્યો છે જેને તેના મિત્રએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.આ તસવીરમાં તમે જોઈ શકો છો કે મુનાવર ફારુકીને બોટલ ચઢી રહ્યો છે. તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું, ‘હું મારા ભાઈને ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું.’ આ ફોટો વાયરલ થતાની સાથે જ મુનાવર ફારુકીના ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની કામના કરવા લાગ્યા હતા.

મુનાવરને ગયા મહિને જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તેણે તેની ઈન્સ્ટાગ્રામ બ્રોડકાસ્ટ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે હાથમાં IV ડ્રિપ સાથે જોવા મળી રહ્યો છે.તેણે લખ્યું, ‘લગ ગયી નજર.’ બાદમાં, તેણે તેની હેલ્થ અપડેટ શેર કરી અને ચાહકોને તેના માટે પ્રાર્થના કરવા કહ્યું. થોડા દિવસો પછી તેમના સ્વાસ્થ્યની અપડેટ આપતી વખતે, તેણે કહ્યું કે તે હવે ઠીક છે. તમને જણાવી દઈએ કે આ વખતે મુનાવર ફારુકીને પેટમાં ઈન્ફેક્શન થયું હતું, જેના કારણે તેમને દાખલ કરવા પડ્યા હતા.

error: