Satya Tv News

વિદ્યાર્થીઓની સલામતી માટે RTO અને પોલીસ વિભાગનો નિર્ણય લીધો છે. વાહનમાં રહેલી CNG કિટ પર પાટિયું હશે તો પણ તેને ડિટેઈન કરવામાં આવશે.સ્કૂલવર્ધીના માલિકો નિયમોનું પાલન કરે છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં આવશે. RTOના નિયમ અનુસાર રિક્ષામાં 12 વર્ષના 6 અને વાનમાં 12 બાળક બેસાડી શકાશે. બાળકોના પિકઅપ-ડ્રોપ ફરજિયાત શાળાની અંદર જ રાખવા સૂચના આપવામાં આવી છે. ડ્રાઈવરની બેઠકની આજુબાજુ વિદ્યાર્થીઓને બેસાડી શકાશે નહીં .સ્કૂલવર્ધી માલિકો પાસે ફિટનેશ અને પરમિટ સર્ટિફિકેટ ફરજિયાત હોવું જરૂરી છે.

વાહનોમાં પીળા રંગની નંબર પ્લેટ ફરજિયાત હોવી જોઈએ. વાહનોમાં પરમિટ કરતા વધુ બાળકો ન બેસાડવા તેમજ ફર્સ્ટ એડ કિટ, ISI પ્રમાણિત ફાયર સેફ્ટીના સાધનો જરૂરી હોવા જોઈએ. વાહનોમાં ગેસકિટ RTO માન્ય હોવી જરુરી છે. ફીટનેસ સર્ટી, PUC, વીમો ચકાસવો જરૂરી છે. ડ્રાઇવર પાસે અધીકૃત લાયસન્સ હોવું જરૂરી છે. વાહનોમાં ઇમરજન્સી એક્ઝિટ હોવી જરૂરી છે. સ્કૂલ વાહન પર શાળા સંચાલકનું નામ અને નંબર લખવામાં આવવા જોઈએ. સ્કૂલ બસમાં GPS અને CCTV હોવા ફરજિયાત છે.

error: