Skip to main content

Satya Tv News

અવારનવાર હેડલાઈન્સમાં રહેતી અલ્કા આજે પોતાની બગડતી તબિયતના કારણે સમાચારોમાં આવી ગઈ છે. વાત એમ છે કે તેને સંભળાવવાનું બંધ થઈ ગયું છે અને આ સમાચારથી તેના ચાહકો ચિંતાતુર બની ગયા છે.ઘણા લોકપ્રિય અને આઇકોનિક ગીતોને અવાજ આપનાર સિંગર અલકા યાજ્ઞિક એક રેર ન્યુરો સમસ્યાથી પીડિત છે અને આ માહિતી શેર કરતી વખતે અલ્કાએ કહ્યું કે ‘હવે તે સાંભળી શકતી નથી.’અલ્કા યાજ્ઞિકે ચાહકોને ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટમાં જણાવ્યું હતું કે તેણીને એક દુર્લભ રોગ હોવાનું સામે આવ્યું છે અને આ કારણે તેને હવે સંભળાવવાનું બંધ થઈ ગયું છે. આ જ કારણ હતું કે તે લાંબા સમયથી કોઈ સોશિયલ મીડિયા પર એક્ટિવ ન હતી.

અલ્કાએ વધુમાં કહ્યું, ‘મારા ડૉક્ટરોએ આ હોવાનું નિદાન કર્યું છે અને એમના પ્રમાણે આ એક વાયરલ અટેકને કારણે થાય છે. મારા જીવનમાં અચાનક આવેલા આ મોટા આંચકાએ મને ચોંકાવી દીધી છે અને હાલ હું તેને સ્વીકારવાનો પ્રયાસ કરી રહી છું અને તે દરમિયાન મને બસ તમારી દુઆઓમાં યાદ રાખજો.’

error: