હાંસોટ ના વિવિધ મંદિરો માં સૌભાગ્યવતી મહિલાઓ દ્વારા વટ સાવિત્રી ના વ્રત ની શ્રધ્ધાભેર ઉજવણી કરી હતી અને પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટ વૃક્ષ ની પૂજા કરી હતી..
વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. શાસ્ત્રો મુજબ, વટ વૃક્ષ નીચે બેસીને જ સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનને પુનર્જીવિત કર્યા હતા.વટ સાવિત્રી વ્રત કરીને સૌભાગ્યવતી મહિલા પોતાના પતિના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિની કામના કરે છે. આ દિવસે મહિલાઓ વ્રત રાખીને વટ વૃક્ષ પાસે જઈને વિધિવત પૂજા કરે છે. આ સાથે જ વટ વૃક્ષની પરિક્રમા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આમ કરવાથી પોતાના જીવનમાં આવનારી દરેક બાધા દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ સાથે લાંબા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે હાંસોટ માં રત્નેશ્વર મહાદેવ ના મંદિર સહિતના વિવિધ મંદિરો ખાતે સૌભાગ્ય વતી મહિલા એ પોતાના પતિના લાંબા આયુષ્ય અને સૌભાગ્ય માટે દાંપત્ય જીવન સુખમય રહે તે માટે વ્રત રાખી વટ વૃક્ષ ની પૂજા કરી હતી અને એક ટાણું ઉપવાસ કરી વટસાવિત્રી વ્રત ની ઉજવણી કરી હતી.
વિડિઓ જર્નલિસ્ટ પીરુ મિસ્ત્રી સાથે હેંમત છાસિયા સત્યા ટીવી હાંસોટ