Satya Tv News

અંકલેશ્વર હાઉસીંગ એસોસિએશનના હોદ્દેદારોએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ સાથે કરી મુલાકાત હતી

અંકલેશ્વર હાઉસિંગ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર પાટીલ સાથે મુલાકાત કરવામાં આવી હતી અને અંકલેશ્વર જીઆઇડીસી નોટિફાઇડ વિસ્તારમાં પાણીની સમસ્યા તેમજ ગાર્ડનના નામ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં જણાવ્યા અનુસાર અંકલેશ્વર નોટીફાઈડની વસ્તી આશરે ૬૫ થી ૭૦ હજારની આસપાસ છે અને પાણીની વિકટ સમસ્યા છે. અંદાજે ૩ કિલોમીટરના એરીયામાં ૩ થી ૪ હજાર બોર બની ચુક્યા છે. જમીનના પાણીના તળ સાડા સાતસો ફુટ ઊંડે જતા રહયા છે૧૦ વર્ષથી અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ને નવું તળાવ ફાળવામાં આવ્યુ છે. તળાવ બનાવવા માટે વારંવાર રજુઆત કરી હોવા છતા હજુ સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી. વર્ષો પહેલા ૧૯૮૯ની સાલમાં બનાવેલ તળાવની ક્ષમતા ઘણી ઓછી છે અને વારંવાર ઉડું કરીને ભ્રષ્ટાચાર થાય છે. સહિતના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ સાથે જીઆઇડીસી માં બનાવવામાં આવેલ ગાર્ડન નું નામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી સ્વ.હીરાબાના નામ પરથી રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે

error: