ભરૂચના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામ ખાતે ત્રણ વર્ષના બાળકને ખૂબ તાવ અને ખેચ આવતા તેમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો દેખાતા તાત્કાલિક ધોરણે બાળકને સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રીફર કરાતા સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું. જોકે ધાણીખૂટના બાળકનો રિપોર્ટનો નેગેટિવ આવતા ગ્રામજનો અને આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો.
ભરૂચના નેત્રંગ તાલુકાના ખરેઠા ગામ ખાતે ત્રણ વર્ષના બાળકને ખૂબ તાવ અને ખેચ આવતા તેમાં ચાંદીપુરા વાયરસ જેવા લક્ષણો દેખાતા તાત્કાલિક ધોરણે બાળકને સારવાર માટે વડોદરાની ગોત્રી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો છે. જ્યા તેની સારવાર કરવામાં આવી રહી છે. જ્યાં તેનું સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યું હતું.
જોકે શંકાસ્પદ કેશ મળતા આરોગ્ય વિભાગની 30 જેટલી આરોગ્ય ટીમે વરખડીમાં 128 ઘરોમાં દવાનો છંટકાવ અને સ્પ્રે કર્યો અને ખરેઠા ખાતે 70 ઘરોમાં દવાનો છંટકાવ કર્યો હતો. સાથે શાળા અને આંગણવાડીમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. બાળકોની કાળજી લેવા માટે સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ નેત્રંગના ધાણીખૂંટ ગામેથી ચાંદીપુરાનો શંકાસ્પદ કેસ મળી આવ્યો હતો. જે બાળકનો રિપોર્ટ નેગેટિવ આવતા ગ્રામજનો અને આરોગ્ય વિભાગે હાશકારો અનુભવ્યો હતો.