Satya Tv News

હાવેરી શહેર કર્ણાટકમાં અહીંના એક પ્રાણી પ્રેમીએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ સાપનો વીડિયો પબ્લીસ કર્યો છે. વીડિયો સાથે કેપ્શન આપવામાં આવ્યું છે કે કોબ્રા સાપનું મોત હાર્ટ એટેકથી થયું છે. વાયરલ વીડિયોમાં એક કોબ્રા જમીન પર પડેલો અને વેદનામાં સળવળતો જોઈ શકાય છે. ત્યાં હાજર લોકો એવું કહેતા જોવા મળે છે કે જો કોઈ સાપને હાર્ટ એટેક આવે તો તેને પણ એવી જ પીડા થાય છે.10 જુલાઈના રોજ યુવકે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર આ વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોને 4.5 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો હતો.

પશુચિકિત્સક ડો.મનોજ કહે છે કે સાપ સરીસૃપ શ્રેણીના જીવો છે. તેમની પાસે પણ હૃદય હોય છે. તેઓ હૃદય રોગથી પણ પીડાઈ શકે છે. આ કેસ હાર્ટએટેકનો પણ હોઈ શકે છે. અમુક સંજોગોમાં હૃદય પૂરતું લોહી પમ્પ કરવામાં અસમર્થ હોય છે અને જીવ મૃત્યુ પામે છે. આના ઘણા કારણો હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, જો જીવને પહેલેથી જ કોઈ રોગ છે, તો તે પણ શક્ય છે કે જીવતંત્રનું હૃદય યોગ્ય રીતે વિકસિત ન થયું હોય.

error: