Satya Tv News

દીમાં તરતી લાશો, તૂટેલા રસ્તા અને પુલ… કેરળના વાયનાડમાં આ તબાહીના  દ્રશ્યો છે. અહીં મોટા પ્રમાણમાં ભૂસ્ખલનથી લગભગ 200 ઘરો ધસી પડ્યા હતા. અત્યાર સુધીમાં 24 લોકોના મોતની પુષ્ટી થઇ છે. હજુ પણ સેંકડો લોકો કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. સેના કાટમાળ નીચે ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ માટે સેનાના હેલિકોપ્ટર વાયનાડ માટે રવાના થયા છે. બીજી તરફ પીએમ મોદી અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે.

 કેરળના વાયનાડમાં સતત ભારે વરસાદને કારણે મંગળવારે વહેલી સવારે 4 કલાકમાં 3 મોટા ભૂસ્ખલન થયા હતા. મુંડક્કાઈ, ચુરલમાલા, અટ્ટમાલા અને નૂલપુઝામાં ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે આ ગામોમાં સેંકડો મકાનો કાટમાળ નીચે દટાઈ ગયા હતા અને નાશ પામ્યા હતા. એકલા ચુરલમાલામાં 200 મકાનોને નુકસાન થયું છે.

 નદીમાં તરતા 6 મૃતદેહો મળ્યા

મનોરમા સમાચાર અનુસાર, સ્થાનિક લોકોએ જણાવ્યું કે અટ્ટમાલાના ગ્રામવાસીઓને નદીમાં 6 મૃતદેહ તરતા મળ્યા છે.  સેંકડો લોકો હજુ પણ ગુમ છે. ભૂસ્ખલનથી ચૂરમાલા સૌથી વધુ પ્રભાવિત થયા છે. અહીં મકાનોની બહાર પાર્ક કરાયેલા વાહનો, દુકાનો અને મકાનો ભૂસ્ખલનથી પ્રભાવિત થયા હતા.

error: