અંશુમાન ગાયકવાડ બ્લડ કેન્સરથી પીડાઈ રહ્યા હતા અને વડોદરામાં તેમની સારવાર ચાલી રહી હતી. ગઈકાલે મોડીરાત્રે 71 વર્ષની વયે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો છે. સેવાસીથી મહાપુરા રોડ પર આવેલા અંશુમાન ગાયકવાડના ફાર્મ હાઉસની બહાર સિક્યોરિટી ગાર્ડ તહેનાત કરી દેવામાં આવ્યા છે. થોડીવારમાં અંતિમયાત્રા નિકળશે અને કીર્તિ મંદિર ખાતે અંતિમ સંસ્કાર થશે. હાલ તો પરિવાર અને નજીકના સભ્યો તેમના ઘરે જોવા મળી રહ્યા છે. ધીમે ધીમે લોકો આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર નયન મોંગિયા અને બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની આવી પહોંચ્યા છે.કીર્તિ મંદીર ખાતે અંતિમસંસ્કાર માટેની તૈયારીઓ શરૂ