Satya Tv News

ફ્રેન્ચાઈઝીઓ બેસ્ટ ટીમ તૈયાર કરવા માટે ખુબ મહેનત કરે છે. પરંતુ દર ત્રણ વર્ષ બાદ બીસીસીઆઈ મેગા ઓક્શન કરાવે છે જેના કારણે ફ્રેન્ચાઈઝીઓ 3-4 ખેલાડીઓ જ રિટેન કરી શકે છે અને પછી આખી ટીમ ફરીથી બનાવવા માટે મહેનત કરવી પડે છે. શાહરૂખ ખાને આ દરમિયાન મેગા ઓક્શનને જ ખતમ કરી દેવું જોઈએ તે પક્ષમાં જોવા મળ્યો, શાહરૂખ ખાન મેગા ઓક્શન વિરુદ્ધ જોરદાર રીતે પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા હતા. એક સમયે એવું પણ બન્યું કે જ્યારે કેકેઆરના માલિકની પંજાબ કિંગ્સના સહ માલિક નેસ વાડિયા સાથે રિટેન્શનની સંખ્યા અંગે આકરી દલીલો પણ થઈ. શાહરૂખ ખાન મોટી સંખ્યામાં રિટેન્શનના પક્ષમાં હતા જ્યારે વાડિયા વધુ પડતા રિટેન્શનની વિરુદ્ધમાં હતા.

મુંબઈમાં યોજાયેલી આ બેઠકમાં શાહરૂખ ખાનને મેગા ઓક્શનને જ રદ કરી નાખવી જોઈએ તે મુદ્દે સનરાઈઝર્સ હૈદરાબાદનો સાથ મળ્યો. કાવ્યા મારન બેઠકમાં શાહરૂખ ખાનને આ મુદ્દે સપોર્ટ કરતી જોવા મળી. જો કે બીસીસીઆઈ તરફથી હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. બોર્ડ ઓગસ્ટના અંત સુધીમાં માલિકોને પોતાનો નિર્ણય જણાવશે. દિલ્હી કેપિટલન્સના માલિક જિંદાલે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેઓ મેગા ઓક્શનના પક્ષમાં છે. તેમણે કહ્યું કે મને આશ્ચર્ય છે કે પહેલીવાર મેગા ઓક્શનને ચાલુ રાખવા મુદ્દે ચર્ચા થઈ. હું વ્યક્તિગત રીતે તેના પક્ષમાં છું.

error: