Satya Tv News

મથુરાની કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદમાં અલ્હાબાદ હાઈકોર્ટ એ મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે આદેશ 7 નિયમ 11 સામે વાંધો ઉઠાવતી મુસ્લિમ પક્ષની અરજીને ફગાવી દીધી છે. આ નિર્ણય જસ્ટિસ મયંક કુમાર જૈનની સિંગલ બેન્ચે આપ્યો છે.

તમને જણાવી દઈએ કે મુસ્લિમ પક્ષે શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ મસ્જિદ વિવાદ સંબંધિત અરજીઓની પોષણીયતાને હાઈકોર્ટમાં પડકારી હતી. આ અરજીઓ અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી હતી. તો બીજી તરફ, હાઈકોર્ટે સિવિલ વાદની પોષણીયતા અંગે હિન્દુ પક્ષની અરજીઓ સ્વીકારી હતી. તમને જણાવી દઈએ કે હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીઓમાં તેઓએ શાહી ઈદગાહ મસ્જિદની જમીનને હિન્દુઓની જમીન ગણાવી હતી અને ત્યાં પૂજા કરવાનો અધિકાર માંગ્યો હતો.

error: