Satya Tv News

YouTube player


હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ તેમજ ગામ પંચાયત સાહોલ ખાતે 78 માં સ્વાતંત્ર્યદિનની ઉજવણી કરાઈ

78મા સ્વતંત્રતા દિનની ઉજવણી અંતર્ગત ગામમાં પ્રભાતફેરી, સૂત્રો અને નારાં યોજવામાં આવ્યા. પ્રાથમિક શાળા સાહોલ ખાતે શાળાના આચાર્ય નિલેશકુમાર ડી. સોલંકી અને ગામ પંચાયતના સરપંચ નવનીતભાઈ પટેલે ધ્વજવંદન કર્યું.અંકલેશ્વરના સામાજિક કાર્યકર્તા વિજયભાઈ ટી. વસાવાએ તમામ બાળકોને ગરમાગરમ નાસ્તો આપી તેમના શ્રેષ્ઠ કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા. ગામ પંચાયતએ મીઠાઈ વહેંચી અને વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કર્યું.કાર્યક્રમનું સંચાલન શિક્ષક તેજસકુમાર પટેલે કર્યું, જેમાં એસ. એમ. સી. અધ્યક્ષ વનિતાબેન પટેલ, પંચાયતના સભ્યો, અને મોટી સંખ્યામાં ગામજનો તથા યુવાનો ઉપસ્થિત રહ્યા. આભારવિધિ શાળાના આચાર્ય નિલેશકુમાર સોલંકીએ કરી અને અંતે રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમ સમાપ્ત થયો.

error: