ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું
ઝઘડિયા તાલુકા કોર્ટ ખાતે 78મા સ્વાતંત્ર્ય દિનના અવસર પર, સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજ અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કુ. એચ.એસ. પટેલ દ્વારા ધ્વજવંદન અને વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં ઝઘડિયા બાર એસોસિએશનના પ્રમુખ દક્ષેશભાઈ રાંદેરિયા, સિનિયર એડવોકેટ રણજીતસિંહ પરમાર, કોર્ટનો સ્ટાફ, ઝઘડિયા પોલીસ મથકના સ્ટાફ, અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.આ પ્રસંગે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ભેટ રૂપે આસન વિતરણ કરવામાં આવ્યું અને કોર્ટ સંકુલ અને સિનિયર પ્રિન્સિપલ સિવિલ જજના રહેણાંકસ્થાન પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કુ. એચ.એસ. પટેલે સૌને સ્વાતંત્ર્ય દિનની શુભેચ્છાઓ પાઠવી અને વૃક્ષોની જતન કરવાની આહવાન કર્યું.