ચૂંટણી પંચ આજે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરશે. આ અંગે બપોરે 3 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ થશે. આ વર્ષના અંતમાં જમ્મુ અને કાશ્મીર, મહારાષ્ટ્ર, ઝારખંડ અને હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આજે માત્ર જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે અને બાકીના મહારાષ્ટ્ર અને ઝારખંડની તારીખો પછી જાહેર કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ આ પ્રથમ વિધાનસભા ચૂંટણી હશે. 9 ઓગસ્ટના રોજ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે તેમની ટીમ સાથે જમ્મુ-કાશ્મીરની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું હતું કે આયોગ અહીં વહેલી તકે ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે.