Satya Tv News

https://www.instagram.com/reel/C-uZIvQgTCQ/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીના ગેટ બહાર પાર્ક કરેલ કારનો કાંચ તોડી બેગમાં રહેલ 1.50 લાખ રોકડાની ચીલ ઝડપ કરી ગઠિયા ફરાર થઈ ગયા હતા

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જી.આઈ.એલ કોલોની પાછળ આવેલ આકાશ ગંગા સોસાયટીમાં રહેતા વર્ષ નરેશ કામાભાઈ પટેલ યોગીરાજ એંટર પ્રાઇઝ નામની કેમિકલ ટ્રેડિંગનો વેપાર કરે છે.જેઓ ગતરોજ પોતાના મામાને ત્યાંથી પોતાની ઓફિસ બેગમાં રોકડા 1.50 લાખ રૂપિયા લઈ પોતાની ફોર વ્હીલ ગાડી નંબર-એમ.એચ.02.ડી.એસ.2585 લઈ ઓફિસમાં ગયા હતા જ્યાંથી પોતાનું કામ પૂર્ણ કર્યા બાદ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ પનામા ચોકડી પાસે હોલીલેન્ડ કોર્પોરેશન કંપનીમાં તેઓના કાકા પાસે કંપનીમાં ગયા હતા અને ગાડી કંપનીના ગેટ નજીક પાર્ક કરી હતી તે દરમિયાન ગઠિયાઓ ગાડીના કાંચ તોડી અંદર રહેલ દોઢ લાખ ભરેલ બેગ લઈ ફરાર થઈ ગયા હતા.ચીલ ઝડપની ઘટનાને અંજામ આપનાર ગઠિયા બાઇક લઈ ભાગતા સીસીટીવીમાં કેદ થયા છે.ઘટના અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: