Satya Tv News

વાલિયા પોલીસે વટારીયા ગામના ઇન્દિરા આવાસ ફળીયામાં રહેતો કુખ્યાત બુટલેગરના પુત્રને 8 હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ જિલ્લા વડા પોલીસ મયુર ચાવડા અને ડી.વાય.એસ.પી ડૉ.કુશલ ઓઝાના માર્ગદર્શન હેઠળ વાલિયા પોલીસ મથકના પી.આઈ. એમ.બી.તોમર અને પી.એસ.આઈ.ડી.વી.ગામીત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન વટારીયા ગામમાં રહેતો કુખ્યાત બુટલેગર જયંતિ વસાવાનો પુત્ર સાહિલ વસાવા પોતાની ઇક્કો નંબર-જી.જે.16.સી.એસ.8791માં વિદેશી દારૂ ભરી તેના ઘર તરફ જાય છે.તેવી બાતમીના આધારે તેના ઘર પાસે વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમી વાળી ઇક્કો કાર આવતા પોલીસે તેને અટકાવી કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 33 નંગ બોટલ મળી આવી હતી પોલીસે 8 હજારનો દારૂ અને 2 લાખની કાર મળી કુલ 2.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર સાહિલ જયંતિ વસાવાને ઝડપી પાડ્યો હતો

error: