Satya Tv News

ભાજપે સોમવારે (26 ઓગસ્ટ) જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી.  આ યાદીમાં અલગ-અલગ બેઠકો પરથી 44 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી હતી. જોકે, ભાજપની પ્રથમ યાદી જાહેર થયાના માત્ર 2 કલાકમાં જ તે પાછી ખેંચી લેવામાં આવી છે. પાર્ટી હવે આ યાદીમાં સુધારા અને ફેરફારો કરવા જઈ રહી છે, ત્યારબાદ ઉમેદવારોની નવી યાદી જાહેર કરવામાં આવશે.

જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે 44 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. પરંતુ થોડા સમય પછી બીજેપીએ માહિતી આપી કે તેઓએ યાદી પાછી ખેંચી લીધી છે. બીજેપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ યાદી કેટલાક વધુ અપડેટ સાથે જાહેર કરવામાં આવી શકે છે.

નોંધનીય છે કે આ યાદીમાં પ્રથમ તબક્કા માટે 15, બીજા તબક્કા માટે 10 અને ત્રીજા તબક્કાના મતદાન માટે 19 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરમાં ત્રણ તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.

error: