Satya Tv News

અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંદાડા ગામના રણછોડ કૃપા સોસાયટીમાં બાંકડા વાળી જ્ગ્યા પર જુગાર રમતા 6 જુગારીયાઓને 76 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા

અંકલેશ્વરના અંદાડા ગામના રણછોડ કૃપા સોસાયટીમાં બાંકડા વાળી જ્ગ્યા પર કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે.જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા 36 હજાર અને ચાર ફોન મળી મળી કુલ 76 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને રોહિણી પાર્ક સોસાયટીમાં રહેતો જુગારી રઘુવીરસિંહ ભૂપતસિંહ ચૌહાણ,મિતેશ મહેન્દ્ર ચૌહાણ,સુરેશ મોહન પંચાલ અને રમેશ જગમાલ મકવાણા તેમજ દિલિપ જયરામ પટેલ સહિત સલિમ અબ્બાસ મુલતાનીને ઝડપી પાડ્યો હતો.

error: