Satya Tv News

‘અનુપમા’ સિરિયલમાં વનરાજનું પાત્ર ભજવનાર અભિનેતા સુધાંશુ પાંડેએ પણ શોમાંથી દૂર થઈ ગયા છે. સુધાંશુનો રોલ ચોક્કસપણે નેગેટિવ હતો, પરંતુ તેને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. હવે અભિનેતાના પ્રશંસકો તેમના જવાથી ખૂબ જ દુખી છે. પણ ખબરો સામે આવી છે કે હવે અનુપમા શોએ બીજો વનરાજ શોધી લીધો છે.અભિનેતા પંકિત ઠક્કરે સુધાંશુની જગ્યા લીધી છે હવે તે સ્ક્રીન પર વનરાજની ભૂમિકા ભજવતો જોવા મળશે. તે જ સમયે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પંકિત સુધાંશુ કરતા વધુ ખતરનાક અંદાજમાં જોવા મળશે.પંકિતનો લુક ટેસ્ટ પણ પૂર્ણ થઈ ગયો છે. જો કે, હજુ સુધી મેકર્સ દ્વારા પંકિતની એન્ટ્રી અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર પહેલાથી જ સમાચાર ફેલાઈ ગયા છે કે પંકિત ટૂંક સમયમાં શોમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે.

પંકિત ઠક્કર ટીવી એક્ટર છે. તેણે ન્યૂયોર્કથી એક્ટિંગની બારીકીઓ શીખી છે. તેણે ટીવી સિરિયલમાં એકતા કપૂરના શો ‘કભી સોતન કભી સહેલી’થી કરી હતી. આ સીરિયલ ડીડી મેટ્રો પર ટેલિકાસ્ટ કરવામાં આવી હતી. આ પછી તે સ્ટાર પ્લસ, ડીડી નેશનલ અને ટીવી એશિયા પર પ્રસારિત કરવામાં આવ્યું હતું. આ સિવાય તેણે ‘દિલ મિલ ગયે’માં ડોક્ટર અતુલ જોશીની ભૂમિકા પણ ભજવી છે. તેણે 2000માં અભિનેત્રી પ્રાચી ઠક્કર સાથે લગ્ન કર્યા હતા. પરંતુ 2015માં તેમના છૂટાછેડા થઈ ગયા. આ સિવાય તેણે સીરિઝ ‘ફિયર ફાઇલ્સઃ ફિયર એવ ટર્ન’ અને ‘સ્કેમ 1992’માં કામ કર્યું હતું. ફિલ્મો પણ કરી છે.

Created with Snap
error: