Satya Tv News

https://www.instagram.com/reel/C_SdcqjAvwt/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

એક વર્ષ પહેલા જયપુરમાં એક બાળકના અપહરણના કેસમાં પોલીસે અપહરણકર્તાની ધરપકડ કરી હતી અને 14 મહિના બાદ બાળકને તેની માતાને સોંપ્યો હતો. પરંતુ જ્યારે પોલીસે આરોપી તનુજ ચાહરની ધરપકડ કરીને આગ્રાથી જયપુર લાવ્યા ત્યારે પોલીસ સ્ટેશનની અંદર કંઈક એવું થયું જેણે બધાને ચોંકાવી દીધા. માસૂમ બાળક પૃથ્વીએ માતાને બદલે કિડનેપર પાસે રહેવાની જીદ પકડી હતી. એટલું જ નહીં બાળક કિડનેપરને ગળે લગાડીને જોર જોરથી રડવા લાગ્યો. આ દ્રશ્ય જોઈને અપહરણકર્તા અને ત્યાં હાજર પોલીસકર્મી બંધાની આંખોમાં આંસુ આવી ગયા. આવા ભાવુક દૃશ્ય જોયા બાદ દરેકના મનમાં પ્રશ્ન ઊભો થયો કે બાળકનો અપહરણકર્તા સાથે એવો તે કેવો સંબંધ છે કે તે માતાને બદલે અપહરણકર્તા સાથે આટલો લાગણીશીલ છે. પરંતુ આ ઘટનામાં એક નવો જ વળાંક આવ્યો છે. 

હકિકતમાં આ સમગ્ર ઘટના પ્રેમપ્રકરણ સાથે જોડાયેલી છે. આ ઘટનામાં જે વ્યક્તિને અપહરણકર્તા તરીકે બતાવ્યો છે તે જ આ બાળકનો પિતા પણ છે. અપહરણકાર યુપી પોલીસનો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ તનુજ ચાહર પર બાળકના અપહરણનો આરોપ છે. પરંતુ આ કથિત અપહરણકર્તા દાવો કરી રહ્યો છે કે તે આ બાળકનો પિતા છે અને બાળક તેને સોંપવું જોઈએ.

અપહરણકર્તાએ દાવો કર્યો કે, પોલીસ ઈચ્છે તો ડીએનએ ટેસ્ટ કરાવે પરંતુ આ બાળક તેનું છે. બાળકની માતા અપહરણકર્તા તનુજની માસીની પુત્રી છે, જેની સાથે તે ઘણા વર્ષોથી પ્રેમમાં હતો. પરંતુ જ્યારે છોકરીના પરિવારને આ બંને વચ્ચેના લફરાની ખબર પડી ત્યારે ગામમાં ખાપ પંચાયત યોજાઈ. આ પછી પરિવારના સભ્યોએ માન-સન્માનના કારણે યુવતીના જયપુરમાં ખાનગી રીતે લગ્ન કરાવી દીધા.

તનુજે બ્રેકઅપ થવા છતાં પ્રેમિકાને પામવા પોલીસની નોકરી છોડીને ભિખારી બની ગયો. એટલું જ નહીં તેની શોધમાં એક વર્ષ સુધી જયપુરમાં ફૂટપાથ પર રાતો વિતાવી અને મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવ્યું. જ્યારે ગર્લફ્રેન્ડને શોધી લેતાં ફરીથી પ્રેમનું ચક્કર ચાલુ થયું. 

જણાવવામાં આવી રહ્યું છે કે આરોપી તનુજે ધીમે ધીમે તેની પ્રેમિકાના પતિ સાથે સંબંધો બનાવ્યા અને પછી તેના ઘરે આવવા જવાનું શરૂ કર્યું. આ દરમિયાન યુવતીએ તેના પતિને પણ તેના પ્રેમ વિશે જણાવી દીધું હતું. એ પછી થોડા મહિનામાં તે ગર્ભવતી થઈ અને તેણે પૃથ્વીને જન્મ આપ્યો. પરંતુ એ પછી તનુજ સાથે મતભેદના કારણે બંને વચ્ચે ઝઘડા થવા લાગ્યા. 

તનુજે તેના પર દબાણ કરવાનું શરૂ કર્યું અને તેને બાળક સાથે તેની સાથે આવવા કહ્યું. આ પછી પણ જ્યારે વાત ન બની તો ગયા વર્ષે 14 જૂન, 2023ના રોજ તેણે તેની ગર્લફ્રેન્ડના 11 મહિનાના બાળકને તેના ઘરેથી બળજબરીથી ઉપાડી લઈને તેનું અપહરણ કર્યું. હવે જ્યારે પોલીસે બાળકને કબજે લીધો ત્યારે તેની ઉંમર 2 વર્ષથી વધુ હતી. 

બાળકનું અપહરણ કરીને આરોપીએ ઘણા રાજ્યોમાં પ્રવાસ કર્યો પરંતુ બાળકને સહેજ પણ તકલીફ પડવા ન દીધી. આવા અપહરણના કેસોમાં અવારનવાર આરોપીઓ ખંડણીની માગ કરે છે. જાનથી મારી નાખવાની ધમકી આપે છે, પરંતુ આ કેસમાં આવું કંઈ બન્યું નથી. એવું નહોતું કે બાળકના પરિવારને અપહરણકર્તાનો ફોન આવતો નહોતો. ફોન કરતો હતો પરંતુ બાળકના માતાની અર્થાત તેની પ્રેમિકાની ખબર અંતર પૂછવા માટે આવતો હતો.

આ દરમિયાન આરોપી પોતે સાધુ બની ગયો. બાળકની ખૂબજ સારી રીતે સારસંભાળ રાખી. નવા કપડાં અને રમકડાં સહિતની તેની તમામ માગ પૂરી કરતો રહ્યો. એવું નથી કે આરોપી તનુજ પરિણીત નથી પરંતુ તેનો 21 વર્ષનો દીકરો પણ છે પરંતુ તેણે તેની ગર્લફ્રેન્ડના કારણે પત્નીને છોડી દીધી હતી, જેણે હવે આરોપી તનુજ વિરુદ્ધ ભરણપોષણનો કેસ દાખલ કર્યો છે. 

error: