Satya Tv News

“શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમે ખેલતે હૈ !” આ ઉક્તિ ચાણક્ય દ્વારા જેમના માટે કહેવામાં આવી છે એવા શિક્ષક મિત્રોની હાલત ખૂબ દયનીય છે. એક તરફ શિક્ષણ વિભાગ દ્વારા અનેક કામગીરી સોંપવામાં આવે છે બીજી બાજુ ચુંટણી પંચ દ્વારા પણ શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાં ફરજિયાત મૂકવામાં આવે છે. શિક્ષક મિત્રો બી એલ ઓ અને અન્ય બિન શૈક્ષણિક કામગીરી કરવામાં સમય આપે તો અભ્યાસક્રમ ચલાવવાનો બાકી રહી જાય છે. આવા અનેક પ્રશ્નોના નિરાકરણ માટે નર્મદા જિલ્લાના શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દેવેન્દ્રભાઈ જાદવ દ્વારા જિલ્લા સમાહર્તા એસ.કે.મોદી સાહેબની રૂબરૂ મુલાકાત કરી શિક્ષક મિત્રોને બિન શૈક્ષણિક કામગીરી માંથી મુક્તિ આપવામાં આવે તથા ગુજરાત સરકારના વિવિધ વિભાગો હેઠળ કામ કરી રહ્યા અન્ય કર્મચારીઓને આ કામગીરી સોંપવામાં આવે એવી રજૂઆત કરવામાં આવી છે. સાથે સાથે જિલ્લાના તમામ શિક્ષકોના મૂળભૂત અને પડતર રહેલા પ્રશ્નો અંગે જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારીને પણ આવેદનપત્ર પાઠવીને રજુઆત કરવામાં આવી છે એમ જિલ્લાના પ્રચારમંત્રી અમિત ગીરી ગોસ્વામીની એક યાદીમાં જણાવાયું છે.

error: