Satya Tv News

મુંબઈ આવતાની સાથે નતાશાએ દિકરાને પપ્પા હાર્દિક પંડ્યાના ઘરે મોકલ્યો છે. આ દરમિયાન પોતાના દિકરા અગસ્ત્યને મળી હાર્દિક ખુબ જ ખુશ છે.બંન્નેનો ક્યુટ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.હાર્દિક પંડ્યાથી અલગ થયા બાદ નતાશાએ દિકરા અગસ્ત્યને લઈ સાર્બિયા પહોંચી હતી. એક મહિના બાદ તે ભારત ફરી છે. અંદાજે એક મહિના બાદ પુત્રને મળી ક્રિકેટર ઈમોશનલ જોવા મળ્યો છે.

લગ્નના એક વર્ષની અંદર નતાશા અને હાર્દિકે અલગ થવાની જાહેરાત કરી હતી. બંન્ને સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરતા કહ્યું 4 વર્ષ સુધી સાથે રહ્યા બાદ ફાઈનલી અલગ થઈ રહ્યા છીએ.હાર્દિકે કહ્યું કે બંનેએ પોતાના સંબંધોને બચાવવા માટે ઘણી કોશિશ કરી પરંતુ અંતે બંનેએ એકબીજાના ફાયદા માટે આ નિર્ણય લીધો. હાર્દિકે કહ્યું કે છૂટાછેડાનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે તેઓએ એકસાથે ખુશીઓ વહેંચી હતી, સારા અને ખરાબ સમયમાં એકબીજાને સાથ આપ્યો હતો, તેઓ એક પરિવાર હતા.

error: