Satya Tv News

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના નેતા જગત નેગીએ કહ્યું કે કંગના રનૌતે હિમાચલમાં પૂર પ્રભાવિત વિસ્તારોની ત્યારે મુલાકાત લીધી જ્યારે બધું શાંત થઈ ગયું હતું કારણ કે તેમને વરસાદ વચ્ચે આવવું નહોતું. જો તે આવ્યા હોત તો તેમનો મેક-અપ ધોવાઈ ગયો હોત અને પછી લોકો તેમને ઓળખી ન શક્યા હોત કે આ કંગના છે કે તેની માતા.

કેબિનેટ મંત્રી અને કિન્નોરના ધારાસભ્ય જગત નેગીએ વિધાનસભામાં કહ્યું કે ‘જો ક્યાંક વાદળ ફાટે અને અમે બે દિવસ પછી પહોંચીએ જેમ કંગનાજી કરી રહી છે… કંગનાજીએ ટ્વિટ કર્યું કે, મને કેટલાક અધિકારીઓ/ધારાસભ્યોએ કહ્યું કે હિમાચલમાં હવામાનનું હાલમાં રેડ અને ઓરેન્જ એલર્ટ છે. એટલે આપ અત્યારે ન આવો. જ્યારે કે તે સમયે તેમના મતવિસ્તારમાં 34 લોકોએ જીવ ગુમાવ્યો હતો, મંડીમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો હતો.જગત નેગીએ વધુમાં કહ્યું કે, ધારાસભ્યોમાં કદાચ જયરામજીએ તેમને ત્યાં ન આવવાની સલાહ આપી હશે, પરંતુ કયા અધિકારીએ તેમને આવું કહ્યું તે જાણવું પડશે. ‘જ્યારે બધું બરાબર થઈ ગયું ત્યારે ત્યાં પહોંચ્યા…, વરસાદમાં આપણ તેમને આવવું નહોતું. વરસાદમાં મેકઅપ બગડી જાય તો… આ કંગના છે કે તેની માતા ખબર જ ના પડત. બધું ઠીકઠાક થયા પછી આવી. મગરના આંસુ વહાવીને ચાલી ગઈ. એવું પણ શું કરવું પડ્યું.

error: