૧૨ થી વધુ ઘરના ૮૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ
વાગરા ડિઝાસ્ટર ના નાયબ મામલતદાર એ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી
વાગરા ના આંકોટ ગામે એક અને વિલાયતમાં બે ઘર ધરાશાયી થયા
વાગરા ના વીંછીયાદ ગામે વરસાદી પાણી નવીનગરી માં ઘૂસતા કેડ સમુ પાણી ભરાઈ જવા પામ્યુ હતુ.ઘટનાની જાણ થતા વાગરા ડિઝાસ્ટર ના નાયબ મામલતદાર ગામ પર દોડી જઇ સ્થળ નિરીક્ષણ કરી અસરગ્રસ્ત ઘરો ના સ્થળાંતર ની કવાયત હાથ ધરી હતી.વાગરા વીંછીયાદ માર્ગ ના ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોમાં ચિંતા નું મોજું ફરી વળ્યુ હતુ.વાગરા ના આંકોટ ગામે એક અને વિલાયતમાં બે ઘરો પડી જવા પામ્યા હતા.
વાગરા તાલુકામાં દે-માર વરસાદ પડતા અનેક ગામોમાં પાણી જ પાણી થઈ જવા પામ્યુ હતુ.જ્યારે નીચાણ વાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકો તકલીફમાં મુકાઈ જવા પામ્યા હતા.તો બીજી તરફ વાગરા ના વીંછીયાદ ગામેં વરસાદી પાણી ની આવકમાં એકાએક વધારો થતા વીંછીયાદ - વાગરા માર્ગ ના ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.જ્યારે વીંછીયાદ ગામની નવી નગરીમાં કેડ સમુ પાણી ભરાતા ૧૨ થી વધુ ઘરો અસરગ્રસ્ત બન્યા હતા.આ અંગે ની જાણ વાગરા મામલતદાર કચેરી ના ડિઝાસ્ટર વિભાગ ને થતા નાયબ મામલતદાર ભુપતભાઇ પ્રજાપતિ ઘટના સ્થળે તાબડતોબ દોડી આવ્યા હતા.અને અસરગ્રસ્ત વિસ્તાર ની મુલાકાત લીધી હતી.ગ્રામ પંચાયત વીંછીયાદ દ્વારા અસરગ્રસ્ત ૧૨ થી વધુ ઘરો ના ૮૦ જેટલા લોકોનું સ્થળાંતર કરી પ્રાથમિક શાળા માં આશરો આપ્યો હતો.અવિરત પડેલ વરસાદ ને કારણે વાગરા ના આંકોટ ગામે એક ઘર ધરાશાયી થવા પામ્યુ હતુ.જ્યારે વિલાયત ગામે બે ઘરો પડી ગયા હતા.જો કે કોઈ જાનહાની નહિ થતા તંત્ર એ હાશકરો અનુભવ્યો હતો.પાણી ની આવક વધવા અંગે વીંછીયાદ ના ખેડૂતો એ આક્ષેપ કર્યો હતો કે વીંછીયાદ અને વાગરા વચ્ચે થી પસાર થતી નર્મદાની કેનાલમાંથી કાસમાં પાણી છોડવામાં આવતા પાણી નો સ્ત્રોત વધી જવા પામ્યો હતો.અને તેને કારણે અમારા ગામમાં સહિત ખેતરોમાં પાણી નો ભરાવો થયો છે.જે એક ગંભીર બાબત છે.તંત્ર આ અંગે ની તપાસ કરે જેથી બીજા વખતે અમારા ગામના લોકો અને ખેડૂતો ભોગ બને નહિ.જોકે આ બાબતે વાગરા મામલતદારે ટેલિફોનિક વાતચીતમાં જરૂરી તપાસ કરવા ની હૈયા ધરપત આપી હતી.
જર્નલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા