Satya Tv News

મુંબઈની ફાર્માસ્યુટિકલ કંપનીએ એક નવો આઈ ડ્રોપ બનાવ્યો છે. જેનાથી હવે માત્ર આઈડ્રોપ નાખીને જ ચશ્માના નંબર હટી જશે. Entod ફાર્માસ્યુટિકલ્સે PresVu નામના આંખના ટીપાં જાહેર કર્યા છે. આ ટિપા પ્રેસ્બાયોપિયાની એટલે કે બેતાલાના દર્દીઓના સારવાર માટે તેનો ઉપયોગ થશે છે. પ્રેસ્બાયોપિયા એ બેતાલાની સમસ્યા છે જે ઉંમર સાથે થાય છે. આમાં, નજીકની વસ્તુઓ અસ્પષ્ટ દેખાય છે. આ સમસ્યા સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર પછી શરૂ થાય છે. ભારતમાં લગભગ 1.09 અબજથી 1.80 અબજ લોકો આ સમસ્યાથી પીડાય છે. ત્યારે હવે બેતાલા માત્ર આઈડ્રોપથી ઠીક કરી શકાશે.

PresVu આઇ ડ્રોપને ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. અગાઉ, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ની નિષ્ણાત સમિતિએ તેની ભલામણ કરી હતી. કંપનીનો દાવો છે કે ભારતમાં આ પ્રકારનો આ પ્રથમ આંખનો ડ્રોપ છે જે પ્રેસ્બિયોપિયાની સારવાર માટે બનાવવામાં આવ્યો છે. આ 40 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે છે જેઓ ચશ્મા પહેરવા માંગતા નથી.એક ખાસ ફોર્મ્યુલાનો ઉપયોગ : PresVu આંખના ટીપાંમાં ખાસ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કંપનીનું કહેવું છે કે તેનો ઉપયોગ ન માત્ર ચશ્માથી છુટકારો મેળવવામાં મદદ કરશે પરંતુ આંખોમાં ભેજ પણ જાળવી રાખશે. તેનાથી આંખોને આરામ મળશે. ડોકટર ધનંજય બખલે કહે છે કે PresVu આઇ ડ્રોપ એ આંખની સારવારના ક્ષેત્રમાં એક મોટી સિદ્ધિ છે. તેમનું કહેવું છે કે આ આંખનો ડ્રોપ પ્રેસ્બાયોપિયાથી પીડિત લાખો લોકો માટે ફાયદાકારક સાબિત થશે. તે કોઈપણ સર્જરી વગર આંખોની રોશની સુધારે છે.

માત્ર 15 મિનિટ સુધારશે આંખોની દ્રષ્ટિ : ડૉક્ટર આદિત્ય સેઠી કહે છે કે PresVu આંખના ડ્રોપ્સના ઉપયોગથી માત્ર 15 મિનિટમાં નજીકની દ્રષ્ટિ સુધરે છે. પ્રેસ્બાયોપિયાની સમસ્યાથી પીડિત લોકો માટે આ એક સારો વિકલ્પ છે. આ આઇ ડ્રોપ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી બજારમાં ઉપલબ્ધ થશે. 40 થી 55 વર્ષની વયના લોકો જેઓ પ્રેસ્બાયોપિયાથી પીડાય છે તેઓ ડૉક્ટરની સલાહ પર આ આંખના ડ્રોપનો ઉપયોગ કરી શકે છે. તેની કિંમત 350 રૂપિયા રાખવામાં આવી છે.

error: