Satya Tv News

અંબાણી પરિવારમાં બાપ્પાના આગમનને લઈને પાર્ટી જેવો માહોલ જોવા મળ્યો હતો. બાપ્પાનું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણેશ ચતુર્થી નિમિત્તે પૂજા અને ભવ્ય ઉજવણીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ મેગા ઈવેન્ટ માટે આખો અંબાણી પરિવાર સાથે મળીને તૈયારી કરતો જોવા મળ્યો હતો. આ સિવાય અંબાણી પરિવારના આ સેલિબ્રેશનમાં બોલિવૂડ સ્ટાર્સ પણ સામેલ થયા હતા. બે દિવસની ઉજવણી બાદ રવિવારે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું.

ગણપતિ વિસર્જન માટે આખો અંબાણી પરિવાર અને સ્ટાર્સનું જૂથ એન્ટિલિયામાંથી નાચતા-ગાતા બહાર આવ્યા હતા. આ સમય દરમિયાન દરેક લોકો મસ્તી અને તોફાન કરવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું હતું. નીતા અંબાણીથી લઈને શ્લોકા-રાધિકા સુધી અંબાણી પરિવારના દરેક સભ્ય ભક્તિમાં નાચતા જોવા મળ્યા હતા. અંબાણી પરિવાર અને સ્ટાર્સનું ગ્રુપ મસ્તી કરતા જોવા મળ્યા હતા, પરંતુ અનંત-રાધિકા આ પ્રસંગે પોતાની મસ્તીમાં મસ્ત હતા. બંને એકબીજાના પ્રેમના રંગોમાં રંગાય ગયા હતા. અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને નાની વહુ રાધિકા મર્ચન્ટ વિસર્જનમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળ્યા હતા. બંને પોતાના પરિવારના સભ્યો સાથે ડાન્સ કરતા અને ગુલાલ ઉડાડતા જોવા મળ્યા હતા.

error: