Satya Tv News

@RaGa4India નામના એકાઉન્ટ પરથી કરાયેલી પોસ્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો 2018નો ફોટો મૂકી ‘કભી ભી ગીર શક્તી હૈ, દરાર પડના શુરુ હો ગઈ હૈ…’ નો દાવો કરાયો હતો. જેના બાદ આ તસવીર વાયરલ થઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં દરારની વાતો વાયુવેગે સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. તસવીરમાં એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આખી તસવીર છે, તો બીજી તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પગનો ભાગ બતાવાયો છે, જેમાં નીચેના ભાગમાં તિરાડો પડેલી નજર આવી રહી છે. આ તસવીર ફેક છે.

આ તસવીર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ની વેબસાઈટ પર મળી છે. જે 2018 માં પોસ્ટ કરવામાં આવી હતી. અહીંથી સ્પષ્ટ થયું કે આ તસવીર જૂની છે. PIB તરફથી નિવેદન મેળવ્યું. PIBએ કહ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પડવાનો દાવો ખોટો છે આ તસવીર વર્ષ 2018માં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ દરમિયાન લેવામાં આવી હતી. વાયરલ થઈ રહેલી તસવીર જૂની છે અને આ દાવો ભ્રામક છે.ગઈકાલ મોડી રાત્રે સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તા મંડળે SoU સલામતી પોલીસ સ્ટેશનમાં ખોટી અફવા ફેલાવવા બદલ X એકાઉન્ટ ધારક સામે ફરિયાદ નોંધાવી છે. SoU ના નાયબ કલેકટર અભિષેક સિન્હાએ ફરિયાદ નોંધાવી

error: