હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હાલ વરસાદ વિરામ લેશે. તેમજ સપ્ટેમ્બર મહિનાનાં અંતમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. નવરાત્રી દરમ્યાન રાજ્યનાં કેટલાક જીલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યનાં કેટલાક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 1 થી 18 ઓક્ટોબર દરમ્યાન છુટા છવાયા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. તેમજ આ વર્ષે ચોમાસુ મોડું વિદાય લેશે.રાજ્યમાં 11 થી 15 સપ્ટેમ્બર દરમ્યાન પવનની ગતિમાં વધારોથશે. 18 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તેમજ દરિયાકાંઠાનાં વિસ્તાર સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પવન ફૂંકાઈ શકે છે.