Satya Tv News

વરિયાળી બજાર ખાતે આવેલા ગણેશ પંડાળમાં રવિવારે રાત્રે પથ્થરો ફેંકાયા બાદ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. બે કોમના લોકો આમને-સામને આવી જતા સ્થિતિ વણસી ગઇ હતી. પોલીસને લાઠીચાર્જ કરવા સાથે અશ્રુ સેલ છોડવાની ફરજ પડી હતી. આ ઘટના માંડ કાબૂમાં આવી હતી ત્યારે મંગળવારે મોડી સાંજે વરીયાવી બજાર નજીક જ઼ ધાસ્તીપુરાની મેઘવાળ કોલોનીમાં આવેલા એક ગણેશ પંડાલમાં કાંદા-બટાકા અને પથ્થરો ફેંકાયા હોવાની સ્થાનિકોએ ફરિયાદ કરી હતી. જેને પગલે લાલગેટ પોલીસ તુરંત સ્થળ પર દોડી ગઈ હતી. પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.

સોમવારે રાત્રે પણ કોઈકે આ રીતે ટીખળ કરી હતી. તેમજ ગણપતિની મૂર્તિની આગમન યાત્રા કાઢી હતી ત્યારે પણ પથ્થરો ફેંકાયા હતા. પાછળ આવેલી ડાયમંડ કંપની તરફથી પથ્થરો ફેંકાઈ રહ્યા હોવાની પણ ફરિયાદ સ્થાનિકોએ પોલીસને કરી હતી. સ્થાનિક ગણેશ ભક્તોએ આ મામલે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. હાલ તો લાલગેટ પોલીસે ગણેશ પંડાળ પાસે ચૂસ્ત બંદોબસ્ત મુકી દીધો હતો.

Created with Snap
error: