Satya Tv News

આઈસીસીએ 3 ઓક્ટોબરથી શરુ થનારા મહિલા ટી20 વર્લ્ડકપની મેચની ટિકિટના ભાવ જાહેર કર્યા છે. આ પહેલા મહત્વની ટૂર્નામેન્ટ બાંગ્લાદેશની મેજબાનીમાં આયોજિત થવાની હતુ પરંતુ રાજનૈતિક કારણોસર થયેલા વિવાદ અને પ્રદર્શનના કારણે આઈસીસીએ સુરક્ષાને ધ્યાનમાં રાખી આ ટૂર્નામેન્ટનું આયોજન યુએઈમાં કરવાનો નિર્ણય લીધો છે.આઈસીસીએ આ માટે શેડ્યૂલની પણ જાહેરાત કરી દીધી છે. આ ટૂર્નામેન્ટની મેચ શારજહા અને દુબઈના મેદાનમાં રમાશે. તેમજ આઈસીસી તરફથી જાહેર કરવામાં આવેલી ટિકિટની કિંમતની સાથે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં 18 વર્ષથી ઓછી ઉંમરના લોકોને સ્ટેડિયમમાં મેચ જોવા માટે ફ્રીમાં એન્ટ્રી આપવામાં આવશે.

આઈસીસી તરફથી ટિકિટની જે કિંમત જાહેર કરવામાં આવી છે. તેમાં તેઓએ UAEનું ચલણ 5 દિરહામ રાખ્યું છે જે ભારતીય ચલણમાં લગભગ 115 રૂપિયા હશે. આ ટુર્નામેન્ટ 18 દિવસ માટે UAE માં આયોજિત કરવામાં આવશે, જેને લઈ આઈસીસીનો પ્રયત્ન છે કે, વધુમાં વધુ લોકો સ્ટેડિયમમાં મેચ જોવા આવે. આ કારણે તેમણે ટિકિટના ભાવ પણ ઓછા રાખ્યા છે. આઈસીસીએ ટિકિટના ભાવ જાહેરાત દુનિયાની સૌથી ઉંચી ઈમારત બુર્જ ખલીફા પર લેઝર શોના માધ્યમથી મહિલા ટી20 વર્લ્ડકપને પ્રમોટ કર્યો અને ટિકિટની કિંમત જાહેર કરી છે.

error: