Satya Tv News

મલાઈકા અરોરા અને તેના પરિવાર માટે ખુબ દુખદ દિવસ છે. તેના પિતા અનિલ અરોરાએ છઠ્ઠા માળેથી આત્મહત્યા કરી છે. પોલીસનું કહેવું છે કે, પહેલી નજરે જોવામાં આવે તો આ ઘટના આત્મહત્યાની લાગી રહી છે. પરંતુ પોલીસ હાલમાં આ મામલે કાંઈ પણ કહેવા માંગતી નથી. સમગ્ર બાબતની તપાસ કરી રહી છે. મલાઈકાના પિતાના ઘરની બહાર મીડિયા અને પાપારાજીનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ સમય દરમિયાન, ત્યાં પહોંચનારાઓની સામે ડઝનેક કેમેરા મૂકવામાં આવ્યા હતા અને લેન્સનું ધ્યાન ત્યાં પહોંચનારાઓ પર હતું. હવે વરુણ ધવને આ મામલે ગુસ્સો વ્યક્ત કર્યો છે.બોલિવુડ સ્ટાર પરિવારને સાંત્વના આપવા માટે તેમના ઘરે પહોંચી રહ્યા છે. અનિલ અરોરાની દિકરી મલાઈકા અને અમૃતા પણ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો કેમેરા તેની પર ફોકસ કરવામાં આવ્યા હતા. આ વાતથી નારાજ વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરી છે.

વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, જે લોકો દુખમાં છે. તેના ચેહરા પર કેમેરો ફોકસ કરવો અસંવેદનશીલ વસ્તુ છે. મહેરબાની કરીને વિચારો તમે શું કરી રહ્યા છો.

error: