Satya Tv News

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં બળવાનો પ્રયાસ કરનાર ત્રણ અમેરિકન નાગરિકો સહિત 37 લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે. તેમણે મે મહિનામાં બળવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ ગયો હતો. આ લોકોએ ભારે હથિયારો સાથે કોંગોની રાજધાની કિંશાસાના પ્રેસિડેન્ટ હાઉસ પર કબજો કર્યો હતો. જોકે લશ્કરી કાર્યવાહીમાં બળવા માટે આવેલા સશસ્ત્ર દળોના નેતા જે અમેરિકન મૂળના કોંગી નેતા હતા તે માર્યા ગયા. ક્રિશ્ચિયન મલાંગાના પુત્ર માર્સેલ મલાંગાને પણ આરોપી બનાવવામાં આવ્યો હતો. આ સાથે અમેરિકન બેન્જામિન ઝાલમેન કે જેઓ તેમના મિત્ર ટાયલર થોમસન અને ક્રિશ્ચિયન મલાંગાના બિઝનેસ પાર્ટનર હતા તેમની સામે પણ કેસ ચલાવવામાં આવ્યો હતો અને તેને દોષી ઠેરવવામાં આવ્યો હતો.

આ ત્રણેયને અપરાધિક કાવતરું, આતંકવાદ અને અન્ય આરોપોમાં દોષિત ઠેરવ્યા બાદ મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. મલાંગાએ કોર્ટને જણાવ્યું કે, જો તે આ યોજનામાં સામેલ નહીં થાય તો તેના પિતાએ તેને મારી નાખવાની ધમકી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે, આ પ્રથમ વખત તે તેના પિતાના આમંત્રણ પર કોંગો આવ્યો હતો, જેમને તે વર્ષોથી મળ્યો ન હતો.

error: