Satya Tv News

ભરૂચ જિલ્લાના વડદલા ગામ પાસે આવેલા ન્યુ ઇન્ડીયા એસીડ (બરોડા) પ્રા.લી. કંપની ખાતેથી દેશી હાથ બનાવટની એક તમંચો(અંગ્નિશસ્ત્ર) તથા એક નંગ જીવતા કારતુસ સાથે દહેજ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દહેજ પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ઝાલાનાઓની સુચનાથી સર્વેલન્સ સ્ટાફના માણસો દહેજ પોલીસ મથકમાં વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફના માણસોને માહિતી મળી હતી કે, વડદલા ગામ પાસે આવેલા ન્યુ ઇન્ડીયા એસીડ (બરોડા) પ્રા.લી. કંપનીમાં રહેતા અભિજીત યાદવનાઓ દેશી હાથ બનાવટની તમંચો અંગ્નિશસ્ત્ર ગેર કાયદેસર રીતે પોતાની સાથે રાખે છે.આ ચોકકસ માહિતીના આધારે તે સ્થળ પર પહોચતા અભિજીતકુમાર વાસુદેવ યાદવ નામનો વ્યક્તિ ત્યાં હાજર મળી આવ્યો હતો.

પોલીસે જેની ઝડતી તપાસ કરતા પાસેથી એક દેશી હાથ બનાવટની તમંચો નંગ 01 (અંગ્નિશસ્ત્ર) તથા જીવતા કારતુસ નંગ 01 મળી આવ્યો હતો.તેને આ હથિયાર અંગે ઉડાણ પુર્વક પૂછપરછ કરતા કેફીયત આપેલી કે તેની સાથે કંપનીમાં નોકરી કરતા ભાડભૂત ગામના મેહુલ ભીખુભાઈ માછીને વેચાણથી આપવા માટે પોતાના વતનથી લાવ્યો હતો.ત્યાર બાદ પોલીસે મેહુલ ભીખુભાઈ માછીની પણ ધરપકડ કરીને બંને વિરુદ્ધ ધી આર્મ્સ એકટ (1959) ની કલમ નોંધીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે એક દેશી હાથ બનાવટનો અગ્નિશસ્ત્ર તમંચો કિંમત રૂ.10 હજાર અને એક કારતુસ કિંમત રૂ.100 અને મોબાઈલ કિં.રૂ.5 હજાર મળીને કુલ 15,100 નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: