Satya Tv News

રાજ્યમાં નશાકારક પદાર્થે પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થો મળતા હોય છે. ત્યારે વડોદરાના ટાવર ઘી કાંટા રોડ પરની ફાર્મા કંપનીની ઓફિસમાં નાર્કોટિક્સએ સર્ચ હાથ ધર્યું છે. વડોદરાના કારેલીબાગ પોલીસને સાથે રાખીને સર્ચ હાથ ધરવામાં આવ્યુ છે. દિલ્હીથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવ્યુ છે.

ખ્લોરોફિલ્સ બાયોટેકની ગેરકાયદે દવા પકડાઈ હતી. MPમાં આવેલી ખ્લોરોફિલ્સ બાયોટેકની ફેકટકીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી 850 બોટલ મયકોડેન સીરપ અને 15 હજાર 300 ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો સીઝ કરાયો છે. નશીલી દવાઓ તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનો ખુલાસો કરાયો છે. જો કે ગાંધીનગર અને ભાવનગરથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

error: