Satya Tv News

રાજકોટ ભાજપમાં એક અશ્લીલ ક્લીપથી ખળભળાટ મચી ગયો છે. શહેર ભાજપના વોર્ડ નંબર 4 ના કિસાન મોરચાના ગ્રુપના અશ્લીલ વીડિયો મૂકતા બબાલ થઈ છે. ભાજપના કાર્યકરે મહિલા મેયર જે ગ્રુપમાં છે તેમાં અલગ અલગ 6 પોર્ન વીડિયો મૂકી દેતા શહેર પ્રમુખ સુધી ફરિયાદનો ધોધ વહેતો થયો. કાર્યકરને ઠપકો આપીને વીડિયો તાત્કાલિક અસરથી હટાવી લેવાયા હતા. સાથે જ આ મામલે શહેર ભાજપ પ્રમુખ દ્વારા સમગ્ર મામલે તપાસ અને કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે. પોર્ન વીડિયો ભાજપના કાર્યકર મનીષ પરસાણાના ફોનમાંથી મુકાયા હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ભાજપના મહિલા સદસ્યો અને મહિલા મેયર ગ્રુપમાંથી ફટાફટ લેફ્ટ થઈ ગયા હતા.

વોર્ડ નંબર 4 ના બૂથ નબર 56 ના મનીષ પલસાણાના મોબાઈલમાંથી આ તમામ વીડિયો પોસ્ટ થયા હતા. ત્યારે આ મામલે ખુલાસો કરતા મનીષ પલસાણાએ કહ્યું કે, મારા દીકરા પાસે ફોન હતો, અને તેણે ભૂલથી આ વીડિયો શેર ક્રયો હતા. આ કૃત્ય ભૂલમાં થયું છે. તો શહેર ભાજપમાં આ બાબતને ગંભીર નોંધ લેવાઈ હતી. પ્રમુખ મુકેશ દોશીએ કહ્યું કે, અમારી પાસે આ બાબતની ફરિયાદ આવી છે. મનીષ પલસાણાના મોબાઈલમાંથી આ વીડિયો મોકલાયા છે. કાર્યકરને તાત્કાલિક અસરથી ગ્રૂપમાથી રિમૂવ કરાયા છે. સ્થાનિક અગ્રણીઓ આ મામલે તપાસ કરશે.

error: