Satya Tv News

બિહારમાં ગંગા, સોન અને સહયોગી નદીઓના જળસ્તરમાં વધ-ઘટ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં ગંગા નદીના સ્તરમાં ઘટાડો થયો છે જ્યારે કેટલાક સ્થળોએ વૃદ્ધિ જોવા મળી છે. બકસર, આરા, પટના અને હાજીપુરમાં ગંગાના જળસ્તરમાં ઘટાડો થયો છે. જ્યારે ભાગલપુર, મુંગેર, લખીસરાય અને બેગુસરાયમાં ગંગાના જળસ્તરમાં વૃદ્ધિ જોવા મળી છે. 

મુંગેર-ભાગલપુર નેશનલ હાઇવે-80 પર એકથી દોઢ ફૂટ પાણી વહી રહ્યું છે. ગંગા ખતરાના નિશાનથી 55 સેમી ઉપર વહી રહી છે. ભાગલપુર જિલ્લાના છ તાલુકા ગોપાલપુર, ઇસ્માઇલપુર, નાથનગર, સબૌર, કહલગાવ અને સુલતાનગંજમાં ગંગાનું પાણી ફેલાઇ ગયું છે. ખેતરોમાં શાકભાજી અને મકાઇના પાક ડૂબી ગયા છે. 

બિહારમાં પૂરના પાણીમાં ડૂબી જવાથી પાંચ લોકોના મોત થયા છે. દિયારાના ખુટહા ચેતના ટોલામાં સ્મિતા કુમારીનું મોત થયું છે. ઉપ મુખ્યપ્રધાન વિજયકુમાર સિન્હાથી બડહિયા પહોંચીને રાહત શિબિરનું નિરીક્ષણ કર્યુ છે. બિહારમાં પૂરને કારણે 12 જિલ્લાઓના 12.67 લાખ લોકોને અસર થઇ છે. 

ગંગા નદી પટણાના દીધા ઘાટા પર 1.16 અને ગાંઘી ઘાટ પર 1.51 મીટર ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કટિહારમાં ગંગા, કોસી, કારી કોસી, બરંડી નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. મનિહારીના પાંચ પંચાયતોમાં પૂરનું પાણી પ્રવેશી ગયું છે. પૂરને કારણે જિલ્લાની 21 યુનિવર્સિટીઓના શૈક્ષણિક કાર્યમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. 

error: