ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાને 15 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે.પોલીસે આ મામલામાં આરોપી હોમગાર્ડ જવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ શહેરમાં રહેતી 15 વર્ષની એક સગીરાના ગૌરીવ્રત પુર્ણ થયાના બે-ત્રણ દિવસ બાદથી ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતાં હેમંત સુરેશ રાણા તેનો પિછો કરતો હતો.છડીનોમના દિવસે સગીરા બપોરના ત્રણેક વાગ્યે તેના દાદીના ઘરે હતી તે વેળાં તે વોશરૂમમાં જઇને આવ્યાં બાદ નાસ્તો કરવા માટે ડબ્બો ખોલતી હતી તે વખતે હેમંત ત્યાં આવી પહોંચ્યો હતો. તેણે તેને પાછળથી પકડી લીઇ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને અંગતપળોનો વિડિયો ઉતારી સગીરાને મોબાઇલમાં મોકલી તેને બ્લેકમેલ કરવા સાથે તેના માતા-પિતાને મારી નાંખવાની ધમકીઓ આપી હતી.આ અંગે પરિવારને જાણ થતાં સગીરાના પિતાએ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ આચરનાર નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખની છે કે દુષ્કર્મ આચારનાર નરાધમ આરોપી બે સંતાનોનો પિતા હોવાનું બહાર આવ્યું છે ત્યારે તેના પર લોકો ફિટકાર વસાવી રહ્યા છે