Satya Tv News

અંકલેશ્વર તાલુકાના હાંસોટના ગ્રામજનોમાં તીવ્ર રોષ ફેલાઈ ગયો છે, જ્યારે ઉકાઈ જમણા કાંઠાની નહેરમાં પીળા રંગનું દૂષિત પાણી વહેતું જોવા મળ્યું છે.

પાનોલી વિસ્તારમાંથી પસાર થતી વનખાડી અને નહેરમાં આ કેમિકલયુક્ત પીળા રંગનું પાણી વહેતા, આસપાસના ગ્રામજનો ભય અને રોષમાં ભરાયા છે. જી.પી.સી.બી. ને આ અંગે જાણ કરાતા, તેમના અધિકારીઓએ સ્થળ પર પહોંચી પાણીના નમૂનાઓ એકત્ર કર્યા છે. દૂષિત પાણી સુરત તરફથી આવી રહ્યું હોવાને કારણે, સુરત જી.પી.સી.બી.ને પણ જાણ કરવામાં આવી છે.ઉકાઈ જમણા કાંઠાની નહેર અંકલેશ્વર શહેર, હાંસોટ તથા આસપાસના વિસ્તારમાં મહત્વપૂર્ણ છે, કારણ કે આ નહેરમાંથી પીવાનું પાણી તથા ઉદ્યોગોને વપરાશનું પાણી પૂરુ પાડવામાં આવે છે. આ નહેર હાંસોટના ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરુ પાડે છે. 20 થી વધુ ગામો માટે આ નહેર જીવાદોરી સમાન છે, કેમ કે ઢોર ઢાંખર, ખેતી તેમજ ઘરગથ્થુ ઉપયોગ માટે આ પાણી અતિ આવશ્યક છે.આ ઘટનાએ આસપાસના ગામોના લોકોમાં આક્રોશ ઊભો કર્યો છે, કારણ કે રાસાયણિક પાણીની હાલત પશુઓ અને ખેતી માટે પણ ઘાતક સાબિત થઈ શકે છે. જાગૃત નાગરિકો અને ગ્રામજનો દ્વારા તાત્કાલિક તપાસ કરીને જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

error: