Satya Tv News

અંકલેશ્વરના કોસમડી ગામની વ્રજભૂમિ સોસાયટીમાં આવેલ બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા

અંકલેશ્વરના કોસમડી ગામની સાંઇ વાટિકાની પાસે આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા રાજેશ આત્મારામ માળીના માતા-પિતા ગત તારીખ-22મી સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે મરણ પ્રસંગે ગયા હતા જ્યારે રાજેશભાઈ મકાનના દરવાજાને તાળું મારી દહેજ ખાતે કંપનીમાં ગયા હતા.તે દરમિયાન તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોનાના ઘરેણાં અને રોકડા મળી કુલ 1.93 લાખથી વધુના મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરી અંગે અંકલેશ્વર જી.આ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

error: