Satya Tv News

૬૦ થી વધુ મહિલાઓને ત્રીસ દિવસ નેલ આર્ટ ની તાલીમ

આપી કુશળતા પ્રદાન કરવામાં આવી

વાગરા ના વિલાયત સ્થિત ગ્રાસીમ કંપની ના આદિત્ય બિરલા કોમ્યુનિટી ઇનિંસીએટીવ અને ગ્રામીણ વિકાસ કેન્દ્ર CSR વિભાગ દ્વારા ગ્રામીણ બહેનોને આત્મનિર્ભર બનાવવાની અનોખી પહેલ સતત હાથ ધરવામાં આવી રહી છે.ભરૂચ તાલુકા ના દેરોલ ગામ ખાતે એક કૌશલ્યા વર્ધન કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે.બહેનોની કુશળતામાં વધારો થાય અને તેઓ માટે આવક વૃદ્ધિના નવા સ્રોત ઉમેરાય તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે.જેના ભાગરૂપે હાલ બજારમાં જેની ખૂબ માંગ ઉભી થઇ છે તે “નેલ આર્ટ” ની તાલીમનું ૩૦ દિવસનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ૪૫ જેટલી બહેનોએ કુશળતા પ્રદાન કરવામાં આવી છે.આવી ત્રણ બેંચનું આયોજન કરવામાં આવ્યુ છે.જેનો ૬૦ વધુ બહેનોને લાભ મળશે.કંપનીના CSR વિભાગના વડા હેમરાજ પટેલ દ્વારા તમામ સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા હતા.ગામના ડે. સરપંચ દિલાવરભાઈ,અગ્રણીઓ રણજીતભાઈ,પ્રવિણભાઈ અને ધર્મેન્દ્રભાઈ બહેનોને તાલીમના પ્રમાણ પત્ર વિતરણ સમારોહમાં હાજર રહી તમામ બહેનોનું મનોબળ વધાર્યું હતુ.આ પ્રસંગે યુનિટ હેડ સંજયકુમાર વર્મા, ય અને એચ આર વિભાગ ના વડા નિમેશભાઈ જાદવ એ પ્રેરક માર્ગદર્શન અને શુભેચ્છા સંદેશ આપ્યો હતો.

જર્નાલિસ્ટ : ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: