Satya Tv News

દિલ્હીની મંડોલી જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝને લવ લેટર લખ્યો છે. સુકેશે થોડાં દિવસ પહેલા જ જેકલીનને એક પત્ર પણ મોકલ્યો હતો. જેમાં તેણે જેકલીનને બેબી ગર્લ કહી હતી. આ વખતે સુકેશે તેના પ્રેમપત્રમાં તાજેતરમાં ઓસ્કાર વિજેતા ફિલ્મ લાપતા લેડીઝનું ગીત “સજની” જેકલીનને સમર્પિત કર્યું છે. આ સિવાય સુકેશે લખ્યું છે કે તેણે જેકલીન માટે એક આર્ટ બનાવી છે, જે તેના જન્મદિવસની ભેટ તરીકે છે. સુકેશે લખ્યું છે કે આ કળા તેના સપનાથી પ્રેરિત છે અને જેકલીન માટે ખાસ છે. સુકેશે તેના પત્રમાં જેકલીન સાથેના તેના પ્રેમની ઊંડાઈ અને મજબૂતી વિશે લખ્યું છે.

જેકલીન ફર્નાન્ડીઝ અને સુકેશ ચંદ્રશેખરની સ્ટોરી ત્યારે સામે આવી જ્યારે એમની લોન્ડરિંગ કેસમાં સુકેશ અને જેકલીનની ખાનગી તસવીરો સામે આવી હતી. બંનેના ફોટોની પણ ખૂબ ચર્ચા થઈ હતી. સુકેશ પર મની લોન્ડરિંગનો આરોપ છે. સુકેશ પર ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહના ખાનગી સચિવનો અવાજ બદલીને રૂપિયા 200 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે અને તે મંડોલી જેલમાં બંધ છે.

error: