Satya Tv News

આજે વાયદા બજારમાં સોનું 250 રૂપિયાની તેજી સાથે 75,253 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. ઈન્ટ્રા ડેમાં તે 76,000 રૂપિયાના સ્તરે પણ પહોંચ્યું હતું. સોનું 6 મહિનામાં 15000 રૂપિયા કરતા વધુ મોંઘુ થઈ ચૂક્યું છે. ગ્લોબલ ગોલ્ડ $2,670 ના રેકોર્ડ સુધી પહોંચ્યું. કાલે સોનું 75,003 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદીમાં આજે થોડો ઘટાડો જોવા મળ્યો. 169 રૂપિયાના ઘટાડા સાથે આજે ચાંદી 92,224 પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 92,393 પર ક્લોઝ થઈ હતી. ચાંદી 4 મહિનામાં સૌથી મોંઘા ભાવે પહોંચી ચૂકી છે. આ વર્ષે ચાંદીમાં 25%ની તેજી જોવા મળી છે. .

ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 496 રૂપિયા કૂદીને 75,260 રૂપિયાના સ્તરે પહોંચ્યું જે કાલે 74,764 રૂપિયા પર ક્લોઝ થયું હતું. 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ 454 રૂપિયા ઉછળીને 68,938 રૂપિયાના સ્તરે પહોંચી ગયું જે કાલે 68,484 રૂપિયા પર બંધ થયું હતું. ચાંદીમાં પણ આજે ભડકો જોવા મળ્યો છે. 1,922 રૂપિયા વધીને 90,324 રૂપિયા ભાવ થયો જે કાલે 88,402 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.

error: