CDSCOના ડ્રગ એલર્ટ લિસ્ટમાં પેરાસિટામોલ સહિત 53 આવી દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે તેના ગુણવત્તાના ધોરણોને પૂર્ણ કરતી નથી. મતલબ કે બજારમાં હાજર આ દવાઓ નબળી ગુણવત્તાની છે. ડ્રગ રેગ્યુલેટરના ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થનારી આ દવાઓમાં પેરાસિટામોલ ઉપરાંતસામેલ અન્ય દવાઓ પણ ભારતમાં સૌથી વધુ વેચાતી દવાઓના લિસ્ટમાં સામેલ છે. આમાંની મોટાભાગની દવાઓનો ઉપયોગ મોટાભાગના ભારતીયો તેમના રોજિંદા જીવનમાં કરે છે.
જે કંપનીઓની દવાઓના સેમ્પલ ફેલ થયા છે તેમાં હેટેરો ડ્રગ્સ, એલ્કેમ લેબોરેટરીઝ, હિન્દુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ (એચએએલ), કર્ણાટક એન્ટિબાયોટિક્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ, મેગ લાઇફસાયન્સ, પ્યોર એન્ડ ક્યોર હેલ્થકેર અને અન્ય ઘણી કંપનીઓનો સમાવેશ થાય છે.
સીડીએસસીઓએ કહ્યું કે આ રિપોર્ટ નકલી દવાઓના ઉત્પાદનની તપાસના પરિણામો પર આધાર રાખે છે. હાલમાં, રેગ્યુલેટરી એજન્સી એ તપાસ કરી રહી છે કે શું આ દવાઓ ખરેખર નકલી સ્વરૂપમાં બજારમાં ઉતારવામાં આવી છે અથવા ધોરણોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવી છે. આ તપાસના પરિણામો ન આવે ત્યાં સુધી આ દવાઓને બજારમાં વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો નથી, પરંતુ રેગ્યુલેટરે સંબંધિત કંપનીઓને જરૂરી પગલાં લેવા જણાવ્યું છે.