Satya Tv News

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ – ૨૦૨૦ અંતર્ગત શાળાનાં વર્ગ વ્યવહારમાં ગુણવત્તા લાવવા જવાબદારીની મૂળભૂત પ્રક્રિયમાં પધ્ધતિસરના પગના લઈને સેવાકાલીન તાલીમ કાર્યક્રમો સુદ્રઢ અને અસરકાર બનાવવા જે થી શિક્ષણના વ્યવસ્તાને ઉચ્ચ દરજ્જો મળે તે માટે શિક્ષકોની વ્યવસ્તાયિક – સજ્જતા વધારવા માટે નેત્રંગ તાલુકામાં હાલ શિક્ષક તાલીમો ચાલી રહેલી છે. જેમાં હાલમાં ધોરણ ૩ થી ૫ ની ગુજરાતી / હિન્દી અને ગણિત અને ધોરણ ૬ થી ૮ માં ગણિત વિષયની તાલીમ પુર્ણ થયેલ છે. અને ધોરણ ૩ થી ૫ ની પર્યાવરણ વિષયની તાલીમ ૨૬ અને ૨૭ તારીખના રોજ પૂર્ણ થયેલ છે.
સદર તાલીમમાં શિક્ષકો ખૂબ જ ઉત્સાહથી નેત્રંગ તાલુકામાં તાલીમ લઈ રહ્યા છે. અને તાલીમ આપનાર જુદા જુદા ધોરણ અને વિષય મુજબના તજજ્ઞ મિત્રો જુદી જુદી પદ્ધતિ નો ઉપયોગ કરીને તાલીમનું ભાથું પીરસી રહ્યા છે.

સમગ્ર તાલીમનું આયોજન અને સંચાલન જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના પ્રાચાર્ય શ્રી રેખાબેન સેજલીયા, લાયઝન શ્રી ચંદ્રકાંતભાઈ વસાવા, ડાયટના તમામ લેક્ચર શ્રીના માર્ગદર્શન હેઠળ નેત્રંગ તાલુકાના બી.આર.સી.કો.ઓ સુધાબેન વી. વસાવા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

error: