ઓડિશાના બાલાસોર જિલ્લામાં ઉત્તર પ્રદેશના 57 શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન માટે પુરી જઈ રહ્યા હતા. જેમાં બસ નેશનલ હાઈવે 60 પર બેલેન્સ ગુમાવી 20 ફૂટ નીચે પડી હતી. આ દુર્ઘટનામાં 16 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો ચાર લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં મૃતકોની ઓળખ થઈ ગઈ છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
18 માર્ચે ઉત્તર પ્રદેશના 57 શ્રદ્ધાળુઓ જગન્નાથ મહાપ્રભુના દર્શન કરવા માટે ‘કૃષ્ણ’ નામની બસમાં પુરી જવા નીકળ્યા હતા. જેમાં બસ ગઈકાલે રાત્રે કોલકાતાથી પુરી જવા રવાના થઈ હતી. આ બસ રાત્રે લગભગ 1 વાગે નેશનલ હાઈવે 60 પર સંતુલન ગુમાવી દેતા નેશનલ હાઈવેથી 20 ફૂટ નીચે પલટી ગઈ.