Satya Tv News

રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ની સીઝન 14નો વિજેતા બન્યો છે. ફેમસ ટીવી એક્ટર કરણવીર મહેરા રોહિત શેટ્ટીના શોનો વિનર બન્યો છે. ‘ખતરો કે ખિલાડી’ની ચમકતી ટ્રોફીની સાથે કરણવીરને લક્ઝુરિયસ કાર અને 20 લાખ રૂપિયા ઈનામમાં મળ્યા છે. કરણવીર મેહરા માટે આ શોની સફર સરળ ન હતી. તેના પગમાં મેટલ પ્લેટ હોવાને કારણે તેને કરંટ સાથે સંકળાયેલા સ્ટન્ટ્સ કરતી વખતે સૌથી મજબૂત ઇલેક્ટ્રિક આંચકાનો સામનો કરવો પડ્યો હતો અને ફિનાલેના સમયે પણ તેણે ટોપ 3 સ્પર્ધકોમાં સ્થાન મેળવવા માટે ઇલેક્ટ્રિકલ સ્ટંટનો સામનો કરવો પડ્યો હતો.

error: