Satya Tv News

ભારતીય મૂળના અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ ઘણા સમયથી સ્પેશ સ્ટેશનમાં ફસાયેલા છે. જો કે હવે તેમના ઘર પરત ફરવાને લઇને સારા સમાચાર સામે આવ્યા છે. તેમના ઘર પરત ફરવાનો રસ્તો સાફ થયો છે. સ્પેસએક્સે એક બચાવ અભિયાન શરૂ કર્યુ છે. જે અંતર્ગત અંતરિક્ષમાં ફસાયેલા બંને અવકાશયાત્રી જલદી જ ઘરે પરત આવશે. નાસાએ સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર સાથેના ક્રૂનો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં બે મુસાફરો હેગ અને ગોર્બુનોવનું સ્વાગત કરે છે, તેમને માઇક્રોફોન દ્વારા સંબોધિત કરે છે. બંને અવકાશયાત્રીઓ સુનીતા અને બૂચ જૂન 2024થી સ્પેસ સ્ટેશનમાં અટવાયેલા છે. સ્પેસએક્સે શનિવારે બચાવ અભિયાન શરૂ કર્યું હતું. આ મિશન દ્વારા બે મુસાફરો આવતા વર્ષે ઘરે પરત ફરશે.

ઓગસ્ટમાં નાસાએ કહ્યું હતું કે બૂચ વિલ્મોર અને વિલિયમ્સને પૃથ્વી પર પાછા લાવવા ખૂબ જોખમી છે. વિલ્મોર અને વિલિયમ્સે ઔપચારિક રીતે અભિયાનના ભાગરૂપે તેમનું કાર્ય ચાલુ રાખ્યું હતું અને આવતા વર્ષે ફેબ્રુઆરીમાં પાછા ફરશે. નાસાનું આ મિશન એક અઠવાડિયામાં પૂરું થવાનું હતું, પરંતુ હવે તેમાં લગભગ 8 મહિનાનો સમય લાગશે.

error: