Satya Tv News

નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે ત્યારે મોટાભાગના ખેલૈયાઓ મોડી રાતે ગરબા રમીને પરત ફરતી વખતે હોટલ અને રેસ્ટોરન્ટમાં ખાણીપીણી માટે જતા હોય છે. રેસ્ટોરન્ટના માલિકો દ્વારા હોટલનું જે નામ રાખવામાં આવે છે તે કંઈક અલગ હોય છે અને મૂળ માલિક અલગ હોય છે. એક રીતે કહેવા જઈએ તો હિન્દુઓને વિધર્મીઓ દ્વારા ગેરમાર્ગે દોરીને પોતાની હોટલો ચલાવવામાં આવી રહી છે. ગઈકાલે સુરત કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં કોર્પોરેટર વિજય ચોમાલે હોટલ પર માલિકનું નામ લખવાની માગ કરી છે. તેઓએ જણાવ્યું છે કે, હોટલનું નામ શ્રીરામ હોય ને માલિક મોહંમદ હોય છે. આવું હવે ચલાવાશે નહીં.

માલિકનું નામ છે તે પ્રમાણે હોટલનું નામકરણ થવું જોઈએ ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે જણાવ્યું હતું કે, સુરત કોર્પોરેશનમાં સામાન્ય સભા મળી હતી. મારો વિષય એ છે કે, તહેવારોમાં બધા લોકો બહારનું ભોજન પસંદ કરે છે. આ સુરતીઓની વિશેષતા છે. એટલે સુરતીઓ સાથે કોઈ ઠગાઈ ન થાય. 3 ઓક્ટોબરથી નવરાત્રિનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. બધાને શુદ્ધ ભોજન મળે, કોઈને પણ ભેળસેળવાળું ભોજન ન મળે. મારું માનવું છે કે, હોટલ પર નામ લખેલું હોય છે આશીર્વાદ પણ માલિકનું નામ હોય છે યુનુસ, હોટલનું નામ લખ્યું હોય છે શ્રીરામ ભોજનાલય અને માલિક મોહંમદ. આ ન હોવું જોઈએ. માલિકનું નામ છે તે પ્રમાણે હોટલનું નામાંકન થવું જોઈએ.

error: