Satya Tv News

યુપીના હાપુડમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે. લગ્ન બાદ પત્ની કોલગર્લ હોવાનું જાણમાં આવતાં એક યુવાને ખૌફનાક હત્યાકાંડને આચર્યો હતો. આ યુવાને તાજેતરમાં લગ્ન કર્યાં હતા અને લગ્ન પછી તરત તેને ખબર પડી કે તેની પત્ની કોલગર્લ છે, પૈસા લઈને શરીર વેચી રહી છે બસ પછી યુવાનનો પારો છટક્યો અને તેણે પત્ની અને સાસુની હત્યા કરી નાખી હતી. પોતાના લગ્નની દાવતમાં પત્ની કોલગર્લ હોવાનો ખુલાસો થયો હતો જે પછી દુલ્હાનો મૂડ માર્યો હતો અને તે ચિંતામાં પડ્યો હતો જોકે તે વખતે તેણે બધાને મૌન રહેવાનું કહ્યું હતું પરંતુ આ બધામાં દુલ્હાનું રિસેપ્શન તો બગડી જ ગયું હતું.

error: