Satya Tv News

અભિનેત્રી તૃપ્તિ ડીમરી હાલ તેને આગામી ફિલ્મ વિકી વિદ્યા કા વો વાલા વિડિયો માટે ચર્ચામાં છે. આ ફિલ્મને લઈને તેની મુશ્કેલી પણ વધી છે. આ ફિલ્મનું એક ગીત તાજેતરમાં જ રિલીઝ થયું હતું. આ ગીતમાં તૃપ્તિ ડીમરીએ એવો ડાન્સ કર્યો કે તે ટ્રોલ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર અભિનેત્રીને ટ્રોલ કરવામાં આવી રહી છે. તેવામાં વધુ એક મુસીબત તૃપ્તિ ડીમરી માટે ઊભી થઈ છે. અભિનેત્રી પર લાખો રૂપિયાની છેતરપિંડી કર્યાનો આરોપ લાગ્યો છે. અભિનેત્રી પર જયપુરમાં એક ઇવેન્ટનું આયોજન થયું હતું જેના માટે તૃપ્તિએ સાડા પાંચ લાખ રૂપિયાની ફી લીધી હતી. અભિનેત્રીને સોમવારે સાંજે જયપુરના કાર્યક્રમમાં હાજરી આપવાની હતી. પરંતુ કોઈ કારણોસર અભિનેત્રી કાર્યક્રમમાં પહોંચી નહીં. જેના કારણે લોકો ભડકી ગયા અને એક્ટ્રેસની મુસીબત વધી ગઈ. ઇવેન્ટ સાથે જોડાયેલા લોકોનું કેવું છે કે તેઓ તેની આગામી ફિલ્મનો બહિષ્કાર કરશે.

error: